મોરબીના મહેન્દ્રપરા રોડ પર ગોડાઉનમાથી રૂ. ૭૦ હજારના ટાયરની ચોરી

- text


મોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર એક ગોડાઉનમાંથી રૂ. ૭૦ હજારના ટાયરની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર આવેલી એક ગોડાઉનમાં તાળા તોડીને અજાણ્યા શખ્સોએ પ્રવેશીને રૂ. ૭૦ હજારની કિંમતના ૪ નંગ ટાયરની ચોરી કરી છે. બનાવ સંદર્ભે ગોડાઉનના માલિક વૈભવભાઈ દિપકભાઈ મહેતાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text