મોરબી કન્યા છાત્રાલય રોડ પર ત્રિપલ અકસ્માત : એક્ટીવાનો બુકડો બોલી ગયો

- text


મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર અને એક્ટિવા ધડાકાભેર અથડાયા હતાં. આ અકસ્માતમાં એક્ટિવાનો બુકડો બોલી ગયો હતો અને એક્ટિવા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.મોરબીમા આજે બપોરના બાર વાગ્યાના અરસામા એક્ટીવા ,સેન્ટ્રો કાર અને અલ્ટો કાર વચ્ચે કન્યા છાત્રાલયના ગેટની સામે જ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમા એક્ટીવાનો બુકડો બોલી ગયો હતો. જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નહતી પરંતુ એક્ટીવા ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હોવાનુ જાણવા મળ્યુ છે અને આ અકસ્માત સ્ત્રી કાર ચલાવતી હોય તેને પોતાની કાર પરથી કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હોવાનુ પ્રાથમીક તપાસમા જાણવા મળ્યું છે આ બનાવ ના પગલે છાત્રાલય રોડ લોકોના ટોળાં ઉમટી પડયા હતા અને કાર અને બાઈક સાઈડમા કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

- text

- text