હળવદના ઘનશ્યામપુરની સરકારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

- text


વિદ્યાર્થીઓએ શાળામાં શિક્ષકોની ભુમિકા અદા કરી રાબેતા મુજબ વર્ગખંડમાં શિક્ષણકાર્ય આરંભ્યું

હળવદ : હળવદના ઘનશ્યામપુર ગામની સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષક દિનની ઉજવણી કરી હતી. જયારે આચાર્ય, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસના ઉપક્રમે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સરકારી માધ્યમિક શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આચાર્ય તરીકે ધો.૯થી વિદ્યાર્થી સોનગ્રા સંગીતા ચુનીલાલએ આચાર્યની ફરજ બજાવી વર્ગકાર્ય આરંભ્યું હતું. ઉપરાંત શિક્ષકો અને વ્યાખ્યાતા, ગ્રંથપાલ જેવા વિવિધ પદો પર વિદ્યાર્થીઓએ સારી કામગીરી બજાવી ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગોમાં શૈક્ષણિક કાર્ય કરાવેલ હતું. ત્યાર બાદ જે વિદ્યાર્થીઓ શિક્ષકો બન્યા હતા તેનું એક સામૂહિક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જુદાજુદા અભિપ્રાયો રજુ કરાયા હતા. ઉપરાંત સરકારી માધ્યમિક શાળાના આચાર્ય ટી.એલ. બાવરવા અને શિક્ષકો દ્વારા પણ પ્રાસંગિક પ્રવર્ચનો વર્ણવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ટી.એલ. બાવરવા, શિક્ષક પટેલ હિતેશભાઈ, જાદવ આનંદભાઈના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

- text