મોરબીના બિલિયા ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ મૂંડિયાને કર્મશ્રી એવોર્ડ એનાયત

- text


આગામી તા. ૫ના રોજ દિલ્હી ખાતે નેપાળના ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ અપાશે

મોરબી : આંતરરાષ્ટ્રીય સમતા સ્વતંત્ર મંચના મોરબી જિલ્લા સંયોજક તરીકે નિમણૂક પામેલા બિલિયા ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ મૂંડિયાને આગામી તા. ૫ના રોજ દિલ્હી ખાતે નેપાળના ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં કર્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

- text

આંતરરાષ્ટ્રીય સમતા સ્વતંત્ર મંચ દ્વારા દિલ્હી ખાતે આગામી તા. ૫ના રોજ નેપાળના ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સમતા સ્વતંત્ર મંચના મોરબી જિલ્લા સંયોજક તરીકે નિયુક્ત થયેલા ભરતભાઇ મૂંડિયા( પ્રજાપતિ)ને કર્મ શ્રી એવોર્ડથી નવાઝવામાં આવશે. કર્મશ્રી એવોર્ડ એનાયત થતા બિલિયા ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ મૂંડિયાને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

- text