મોરબીમાં કરાટેની વાઈટથી પર્પલ બેલ્ટ સુધીની પરીક્ષામાં ૨૪ વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ

- text


મોરબી : મોરબીમાં વિનય એક્ટિવિટી સેન્ટર અને શોટોકાન કરાટે એકેડમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કરાટેની વાઈટથી પર્પલ બેલ્ટ સુધીની એક્ઝામમાં ૨૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. હવે આ વિદ્યાર્થીઓ નેશનલ કરાટે કેમ્પમાં ભાગ લેશે.

મોરબીમાં વિનય એક્ટિવિટી સેન્ટર અને શોટોકાન કરાટે એકેડમી દ્વારા સ્પોર્ટ ડે નિમિતે કરાટેની વાઈટ બેલ્ટથી માંડીને પર્પલ બેલ્ટ સુધીની એક્ઝામ યોજવામાં આવી હતી. આ એક્ઝામ ૨૪ જેટલા વિદ્યાર્થીઓએ પાસ કરી છે. એક્ઝામ પાસ કરનાર આ વિદ્યાર્થીઓને એકેડમી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉત્તીર્ણ થયેલા આ વિધાર્થીઓ હવે નેશનલ કરાટે કેમ્પમાં ભાગ લેશે. વિદ્યાર્થીઓના કરાટે કોચ તરીકે વાલજીભાઈ ડાભી કાર્યરત હતા.

- text

- text