મોરબીના મચ્છુ-૨ ડેમમાં નર્મદામાંથી ૧૨૦૦ ક્યુસેક પાણી ઠાલવાયું

- text


અધિકારીઓ અને પદાધિકારીઓએ નર્મદા નીરનું પૂજન અર્ચન કરી વધામણા કર્યા

મોરબી : મોરબીના મચ્છુ-૨ ડેમમાં નર્મદાના નીર આવી પહોંચતા આજે અધિકારીઓ અને પદાધિકારીઓએ આ નિરને વધાવ્યા હતા. હાલ ૧૨૦૦ ક્યુસેક નર્મદા નિરનો જથ્થો મચ્છુ-૨ ડેમમાં ઠાલવવામાં આવ્યો છે. મોરબીમાં નર્મદા કેનાલ લિંક ૧ મારફતે નર્મદા ડેમમાંથી ૧૨૦૦ ક્યુસેક પાણીનો જથ્થો મચ્છુ-૨ ડેમમાં ઠાલવવામાં આવ્યો હતો. આ જથ્થો આજે મચ્છુ-૨ ડેમમાં આવી પહોંચતા જિલ્લા કલેક્ટર આર.જે.માકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જ્યોતિસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ઇરીગેશનના ઉપાધ્યાય સહિતના અધિકારી અને પદાધિકારીઓ નર્મદા નિરનું પૂજન અર્ચન કરી તેના વધામણા કર્યા હતા. મોરબી જિલ્લા કલેક્ટર આર.જે.માકડીયાએ આ અંગે જણાવ્યું કે જ્યાં સુધી મોરબીની જરૂરિયાત હશે ત્યાં સુધી નર્મદા ડેમમાંથી પાણી મળતું રહેશે. ઉપરાંત આગળ ક્યાંય પણ જરૂર જણાશે તો મચ્છુ ૨ ડેમમાંથી અન્ય ડેમમાં પાણી ઠલવાશે.

- text

- text