લાયન્સ ક્લબના ડિસ્ટ્રીકટ ગવર્નર ચંદ્રકાંત દફ્તરીનો આજે જન્મદિવસ : અનોખી ઉજવણી

- text


મોરબી : મોરબીના વતની અને લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરીનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે સૌરાષ્ટ્ર કચ્છની ૯૦ જેટલી કલબોમાં આજે વિધવા સહાયની પ્રવૃત્તિ કરવામાં આવશે.

ચંદ્રકાંતભાઈ દફ્તરી આજે તેમના યશસ્વી જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેમના જન્મદિવસ નિમિતે આજે ઠેર ઠેર થી તેમના પર અભિનંદનવર્ષા થઈ રહી છે. આજે લાયન્સ કલબ દ્વારા સેવાકાર્ય કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. સૌરાષ્ટ્ કચ્છની ૯૦ જેટલી કલબોમાં આજે વિધવા સહાયની પ્રવૃત્તિ કરવામાં આવનાર છે.

- text

મોરબીમાં લાયન્સ કલબ નઝરબાગ દ્વારા ગંગાસ્વરૂપ સહાય યોજનાની આજથી શરૂઆત કરવામાં આવશે.જેમાં ૧૦૪ જરૂરિયાતમંદ બહેનોને અનાજની સહાયથી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવશે. અનાજ કીટ દર મહિને ૧ વર્ષ સુધી આપવામાં આવશે.અનાજ કીટમાં ૫કિલો ઘઉં, ૧ કિલો ખીચડી, ૧ કિલો ખાંડ (લા. શિવસાગર શર્માજી તરફથી ) આપવામાં આવશે. આ વિતરણ સવારે ૧૦ થી ૧૧ દરમિયાન વાઘેશ્વરી મંદિર નીચેનો હોલ, દોશી હઈસ્કૂલની પાસે, દરબારગઢ ખાતે કરવામાં આવશે. આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રમુખ વીરેન્દ્રભાઈ પાટડીયા તેમજ પ્રોજેકટ ચેરમેન કપિલ માલાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text