- text
મોરબી : વર્લ્ડ ફોટોગ્રાફી દીવસ નિમિતે મોરબીમાં ફોટૉગ્રાફર્સ એસોસિયેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો.
- text
વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિતે મોરબી ફોટૉગ્રાફર્સ એસોસિયેશન દ્વારા કેશવ પાર્ટી પ્લોટ પર શાળા અને કોલજના ઉત્કૃષ્ટ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રોગ્રામ ની શરૂઆત દીપ પ્રાગટીયની સાથે અટલ બિહારી વાજપાયીને શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી હતી. મોરબી ફોટૉગ્રાફર્સ એસોસિયેશન દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પુરુષ તેમજ મહિલાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું.
- text