હાર્દિક પટેલની અટકાયતના વિરોધમાં મોરબી પાસ દ્વારા ધરણાનું એલાન

- text


નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે ધરણા યોજવા જાહેરાત કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મોરબી : અનામત આંદોલન મામલે આજે ધરણા પૂર્વે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનોની અટકાયત કરવામાં આવતા મોરબી પાસ આગેવાનો દ્વારા મોરબીમાં ધરણા યોજવા જાહેરાત કરતા પોલીસ હરકતમાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાસ દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે ધરણા યોજવાની જાહેરાત કરી છે . જોકે કયારે ધારણા યોજાશે તે અંગે કોઈ ઓફિશ્યલી જાહેરાત કરાઈ નથી. આથી હાર્દિક પટેલ સહીત પાસ આગેવાનની અટકાયતના વિરોધમાં યોજવામાં આવનાર આ ધરણાને લઈ ઉપરોક્ત સ્થળે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. અને હાલમાં મોરબી ડીવાય એસપી સહીત પોલીસ કાફલો નવા બસ સ્ટેન્ડ પાસે ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયો છે.

- text