મોરબીમાં ટ્રાફિક શાખાનો સપાટો : આડેધડ પાર્ક કરેલી ૩૦થી વધુ લકઝરી કારોને દંડ ફટકારાયો

- text


ટ્રાફિક શાખાએ ફુટ પેટ્રોલીંગ દરમિયાન માત્ર બે જ કલાકમાં ૧૫ હજાર જેટલો દંડ વસુલ્યો

મોરબી : મોરબીમાં આજે ટ્રાફિક શાખાએ નહેરૂ ગેઈટ ,સિવીલ હોસ્પીટલ ભક્તિનગર સર્કલ સહીતના વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. ત્યારે માત્ર બે જ કલાકમાં આડેધડ પાર્ક કરેલી ૩૦ થી વધુ લકઝરી કારોને લોક કરીને રૂ. ૧૫ હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.

મોરબીમા આજે સવારથી જ ટ્રાફીક શાખાના પીએસઆઇ પી.આર.વાઘેલા સહીત ની ટીમે ટ્રાફીક નિયમનો ભંગ કરતા વાહનચાલકો પર ધોંસ બોલાવી હતી જેમા શહેરના નહેરૂ ગેઈટ ,સિવીલ હોસ્પીટલ ભક્તિનગર સર્કલ સહીતના વિસ્તારો મા ટ્રાફીક શાખાએ ફુટ પેટ્રોલીંગ કર્યુ હતુ જેમા આડેધડ પાર્ક કરેલી બીએમડબલ્યુ , એકસયુવી સહીતની ૩૦થી વધુ વાહનોને બે કલાક મા ૧૫૦૦૦ રૂપીયા નો દંડ ફટકાર્યો હતો.

- text

ટ્રાફીક પીએસઆઈ પી.આર. વાઘેલાએ જણાવ્યુ હતુ કે ફક્ત લારી અને રિક્ષાવાળાઓ જ ટ્રાફીક કરે છે એવુ નથી અમુક ઉદ્યોગપતિઓ અને લક્ઝરીયઝ કાર લઈને ફરતા બુધ્ધિજીવીઓ પણ ટ્રાફીક કરવામા પાછી પાની નથી કરતા અને જ્યારે ટ્રાફીક થાય ત્યારે સૌથી પહેલા મોટા મોટા પોલીસ વિરુદ્ધ બણગા ફૂંકવા માટે ઉભા હોય છે ત્યારે તમામ પ્રજા એ ટ્રાફીક માટે આક્ષેપો કર્યા વિના પોતાની ફરજ નિભાવી બને એટલો વધુ સાથ સહકાર આપે તો જ ટ્રાફીક પર અંકુશ લાવી શકાય ફક્ત લારી અને રિક્ષાવાળાઓ પર કાર્યવાહી કરવાથી તેનો અંત આવે એ અનિવાર્ય છે આ સાથે હજુ આ ટ્રાફીક નિવારણ પ્રક્રીયા ચાલુ છે અને આ આંકડો વધી શકે એમ પણ છે.

આમ ટ્રાફિક પોલીસે આજે ઉદ્યોગકારો અને પૈસાદારોની પ્રીમિયમ અને લક્ઝરી કારોને નિયમના ભંગ બદલ દંડ કરી કાયદો બધા માટે સમાન હોવાનો મેસેજ આપ્યો હતો.

- text