અનામત મામલે હાર્દિક પટેલની પ્રતિક ઉપવાસ પહેલા જ અટકાયત : મોરબીમાં એલર્ટ

- text


જિલ્લા પોલીસવડા દ્વારા મોરબીમાં ચાંપતો બંદોબસ્ત : મોરબી પાસના આગેવાનો નિકોલ પહોંચી ગયા

મોરબી : અનામત મુદ્દે આજે અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ પહેલા જ અટકાયત કરી લેવામાં આવી છે સાથો સાથ રાજ્યભરમાં પાસ આગેવાનની અટકાયત કરવા આદેશો છૂટ્યા છે, જો કે મોરબી પાસના આગેવાનો અમદાવાદ પહોંચી ગયા છે છતાં સાવચેતી માટે મોરબી પોલીસે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

અનમાત મામલે અમદાવાદ ખાતે આજે પાસ દ્વારા નિકોલના ગ્રાઉન્ડમાં પ્રતિક ઉપવાસને મંજુરી ન મળતા પાસ દ્વારા પ્રતિક ઉપવાસ યથાવત રાખી કારમાં બેસી હાર્દિક પટેલે ઉપવાસ કરવા જાહેરાત કરી હતી તો બીજી તરફ હાર્દિક નિકોલ પહોંચે તે પૂર્વે જ અટકાયત કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક શહેરમાંથી પાસ આગેવાન પ્રતિક ઉપવાસમાં ન જોડાય તે માટે અટકાયતનો દોર શરૂ કરાયો છે, અત્યાર સુધીમાં ૨૫૦ થી વધુ પાસ લોકોની અચકાયત કરવામાં આવી છે.

- text

બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મોરબીમાં હાર્દિક પટેલની અટકાયતના ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસ એલર્ટ બની છે જો કે મોરબીના પાસ આગેવાનો ગત મોડી સવારથી જ અમદાવાદ ખાતે પહોચી જતા અટકાયત થઈ શકી નથી.

આ મામલે મોરબી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા મોરબી શહેરમાં તમામ પોલીસ મંથકને સાવચેતીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે, જ્યારે બન્ને ડીવાયએસપી એલ.સી.બી અને એસ.ઓ.જી સહીત સ્થાનિક પોલીસને એલર્ટ કરી રાઉન્ડ ધ કલોક બંદોબસ્તમાં રહેવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text