ઘનશ્યામપુરની કન્યા શાળામાં ભરાયા ઢીંચણસમા પાણી : શાળા બંધ

- text


શાળાની પાસે આવેલ દબાણોથી વારંવાર સર્જાય છે પાણી ભરાવાની સમસ્યા : ર૭૦થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસથી રહી વંચિત

હળવદ : તાજેતરમાં પડી ગયેલા વરસાદના પગલે ઘનશ્યામપુર ગામમાં ગઈકાલથી રાત્રી દરમિયાન પડેલ અઢી ઈંચ જેટલા વરસાદના પગલે ગામમાં પાણી સાથે કાદવ કીચડનો સામ્રાજયો છવાયુ છે. જયારે ગામમાં આવેલ કન્યાશાળામાં પણ વરસાદી પાણી ઘુસી જતા શાળા બંધ કરવાની નોબત આવી હતી. તો બીજી તરફ આજુબાજુ વધી ગયેલા દબાણોના કારણે શાળામાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી પાણી ભરાયાના દ્દશ્યો સર્જાયા છે. જાકે આ બાબતે શાળામાં પાણી ઘુસી ગયું હોવા છતા ઘનશ્યામપુરના ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આખી પંચાયત ઘોર નિંદ્રામાં હોય તેવું વિદ્યાર્થીનીઓના વાલીગણે જણાવ્યું હતું.

પંથકના ઘનશ્યામપુર ગામે આવેલ કન્યા શાળામાં ર૭૦થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. ત્યારે ગઈકાલે અને રાત્રી દરમિયાન પડેલ માત્ર અઢી ઈંચ જેટલા વરસાદને પગલે ગામમાં આવેલ કન્યા શાળામાં ઢીંચણસમાણા પાણી ભરાઈ જતા સવારે શાળાએ આવેલ વિદ્યાર્થીનીઓને પરત ફરવું પડ્યું હતું. અને આજે ર૭૦ જેટલી છાત્રાઓ અભ્યાસથી વંચીત રહી હતી. તો બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે શાળામાં ઢીંચણસમાણા પાણી ભરાઈ ગયા હોવા છતાં પણ જવાબદાર તંત્ર કે ગામના સરપંચ હજુ સુધી ડોકાયા નથી.

- text

વધુમાં વાલીઓએ જણાવ્યું હતું કે, માત્ર અઢી ઈંચ વરસાદમાં જ જા શાળાની આ પરિÂસ્થતિ ઉભી થવા પામતી હોય તો વધુ વરસાદ વરશે તો શું સ્થિતિ સર્જાશે? તેવા સણસણતા સવાલ સાથે વાલીઓમાં રોષ ફેલાયો છે. તો બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, શાળામાં અવારનવાર સીનસપાટા નાખવા આવતા ગામના સરપંચ શાળાની સમસ્યા ટાણે કેમ અદશ્ય રહે છે? તેવી ગામલોકોમાં ચર્ચાઓ પણ જાગી છે. ત્યારે શાળામાં રહેલ પાણી વહેલી તકે દુર કરવામાં આવે અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ વાલીઓ અને શાળાના શિક્ષકોમાં ઉઠવા પામી છે.

- text