હળવદ : ડુંગરપુર ગામે ઝડપાયેલ દારૂના ગુનાનો આરોપી ઝડપાયો

- text


હળવદ : ડુંગરપુર ગામે હળવદ પોલીસ દ્વારા શનિવારના રોજ વાડી વિસ્તારમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જેનો આરોપી નાસતો ફરતો હોય જેને આજે હળવદ પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શનિવારના રોજ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે પોલીસ દ્વારા વાડી વિસ્તારમાં દરોડો પાડી રૂ.૬૦,૪૦૦નો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો હતો. જે ગુનામાં પોલીસ દ્વારા વાડી માલીક વિક્રમ રાણા કોળી અને દારૂ ઉતારી જનાર વસંત કાનજી વાણિયા વિરૂદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જયારે આભાર – નિહારીકા રવિયા આજે વાડી માલીક વિક્રમ રાણા કોળીને તાલુકાના ડુંગરપુર ગામેથી પોલીસે દબોચી લઈ હળવદ પી.આઈ. એમ.આર. સોલંકીએ વધુ પુછપરછ હાથ ધરી દારૂ કયાંથી અને કોને સપ્લાય કરવાનો તેવી જુદીજુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

 

- text