રાજસ્થાનથી ગુમ થયેલી યુવતી વાંકાનેરના સરતાનપરમાંથી મળી

- text


એલસીબીએ રાજસ્થાન પોલીસની સાથે રહી યુવતીને શોધી કાઢી

મોરબી : રાજસ્થાનના ભવાનીમંડી પોલીસ સ્ટેશન વિસ્તારની ગુમ થનાર યુવતીને મોરબી એલસીબીએ વાંકાનેરના સરતાનપર રોડ પરથી શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ પોલીસ અધિક્ષક મોરબી ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસે રાજસ્થાનના ભવાનીમંડી પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર નં-૨૩/૨૦૧૮ ના કામે ગુમ થનાર સિમરન રશીદભાઇ રહે.પય્છપહાડ, થાણા -ભવાનીમંડી જી.ઝાલાવાડ (રાજસ્થાન) મુળ રહે.બેરડામર થાણા ગરોઠ જી.મનસોર (મધ્યપ્રદેશ)વાળીને રાજસ્થાન પોલીસ શોધવા માટે આવેલ જેની સાથે મોરબી એલ.સી.બીએ મદદમાં રહી ઉપરોક્ત ગુમ થનારને મોરબીના સરતાનપર રોડ પાસેથી શોધી કાઢી હતી. વધુમાં મોરબી પોલીસે રાજસ્થાન પોલીસ સાથે સયુંકત રીતે ઓપરેશન હાથ ધરી આગળની કાર્યવાહી માટે ભવાનીમંડી પોસ્ટે રાજસ્થાનાને સોંપેલ હતી.

 

- text