હળવદ તાલુકા કક્ષાનો ૬૯મો વન મહોત્સવ મોડલ સ્કુલ ખાતે યોજાયો

- text


નગરપાલીકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો : રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત અધિકારીઓ રહ્યા ઉપÂસ્થત

હળવદ : હળવદ તાલુકા કક્ષાનો ૬૯મો વન મહોત્સવ કાર્યક્રમ શહેરની મોડલ સ્કુલ ખાતે યોજાયો હતો. જેમાં સામાજિક વનીકરણ રેન્જ હળવદ તેમજ રાજકોટ દ્વારા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપÂસ્થત મંચોસ્થો દ્વારા કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી કરાયા બાદ વન વિભાગ દ્વારા મોડલ સ્કુલ ખાતે ર૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું.

- text

હળવદ હાઈવે પર આવેલ મોડલ સ્કુલ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા ૬૯મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલીકાના પ્રમુખ હિનાબેન રાવલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ઉપÂસ્થત મહેમાનોનું સ્વાગત શાળાની બાળાઓ દ્વારા ગીત રજૂ કરાયું હતું. હળવદની મોડલ સ્કુલ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર યુ.વી. બાદીએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, જંગલ, જળ અને જમીનનું જતન ખુબ જ જરૂરી છે ત્યારે દરેક મોડલ સ્કુલના દરેક વિદ્યાર્થીએ એક એક વૃક્ષનું વાવેતર કરવું જાઈએ. ઉપરાંત વૃક્ષ ઉછેર પ્રત્યે લોક જાગૃતિ કેળવવા રાજય સરકારે પ્રત્યેક જિલ્લા સહિત તાલુકામાં વન મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યું છે ત્યારે લોકો વધુને વધુ વૃક્ષો વાવે તેવું ઉપÂસ્થતોને આગ્રહ કર્યો હતો.
આ પ્રસંગે ઉપÂસ્થત મહાનુભાવોનું સ્વાગત કરાયા બાદ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લુ મુકાયું હતું. ત્યારબાદ મોડલ સ્કુલમાં નગરપાલીકાના અધ્યક્ષ હિનાબેન રાવલ સહિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત નાયબ મામલતદાર, ટીડીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં ર૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું. આ વેળાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર યુ.વી.બાદી, નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનગ્રા, તાલુકા વિકાસ અધિકારી બી.એસ. એરવાડીયા, પૂર્વ ફોરેસ્ટ ઓફિસર શ્રી જાડેજા, હળવદ ફોરેસ્ટ રેન્જના શ્રી દઢાણીયા સહિતના અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. આ તકે મોડલ સ્કુલના આચાર્ય પ્રવિણભાઈ અંબારીયા તેમજ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

- text