ટંકારામાં ચોરીનો પ્રયાસ : જવાનોએ પીછો કરતા તસ્કરો ચોરાઉ બાઈક મૂકીને નાસી છૂટ્યા

- text


તસ્કરો કેબિનના તાળા તોડતા હોય તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

ટંકારા : ટંકારાના સ્મશાન પાસેની એક કેબિનમાં ત્રણ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને તેઓ પર શંકા જતા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ બાઈક મૂકીને અંધારામાં ઓગળી ગયા હતા.આ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો તે ઘટના એક દુકાનના સીસીટીવી કેમેરામા કેદ થઇ હતી.

ગત રાત્રે ૪:૩૦ વાગ્યા ના સુમારે જીઆરડી જવાન અનવર સોહરવદી અને હોમગાર્ડના અરૂણ પરમાર નાઈટ પેટ્રોલીંગ દરમિયાન સરદારનગર સામે રાજકોટ રોડ પર ત્રિપલ સવારી બાઈકની હરકત પર શંકા પડતા તેને રોકવાની કોશિશ કરી હતી ત્યારે આ શંકા ખરી પડી હોય ખાખી વરદી જોઈ મોટર સાયકલને રોડ પર ધા કરી અંધારામાં ઓગળી ગયા હતા. તેઓએ આ તસ્કરોનો પિછો કર્યો હતો પરંતુ તેઓનો કોઈ પતો લાગ્યો ન હતો.

- text

અંતે સવારે સમાચાર મળ્યા હતા કે આ તસ્કરો એ આ મોટર સાયકલ પણ ટંકારાથી ઉઠાવી જતા હતા અને સ્મશાન પાસેની કેબીનના નકુચા તોડી પરચુરણ ની ચોરી કરી હતી જયારે બાજુ ની દુકાન ના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી અને ક્રોધિત થઈ લેમ્પ ફોટી નાસી છુટયા હતા જે બધુ એક દુકાન પરના સીસીટીવી કેમેરામાં કેદ થયુ હતું.

- text