હળવદના કડીયાણા નજીક તીનપતીનો જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા : બે ફરાર

- text


પોલીસે ૮૯પ૦ની રોકડ રકમ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના કડીયાણાથી પાંડાતીર્થ ગામે જવાના રસ્તા પર આવતા કબ્રસ્તાન પાસે અવાવરૂ જગ્યામાં તીન પતિનો હાર-જીતનો જુગાર રમતા શખ્સો પર હળવદ પોલીસે છાપો મારતા જુગાર રમતા પતાપ્રેમીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ૬ જુગારીઓને ઝડપી લીધા હતા જયારે બે પતાપ્રેમીઓ નાસી છુટયા હતા.જેમાં પોલીસે રૂ.૮૯પ૦ની રોકડ સાથે જુગારધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આજ બપોરના તાલુકાના કડીયાણાથી પાંડાતીરથ જવાના રસ્તા પર આવતા કબ્રસ્તાન પાસેની બાવળની ઝાડીમાં હારજીતનો જુગાર રમાતા હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસના હે.કો.વસંતભાઈ વધેરા,વનરાજસિંહ બાબરીયા, ગંભીરસિંહ, તેજસ પટેલ, યોગેશદાન ગઢવી સહિતનાઓએ છાપો મારતા જુગટુનો ખેલ ખેલતા લક્ષ્મણ ગાંડુ કોળી (રહે.કડીયાણા), મુકેશ ભગવાનજી પટેલ (રહે.હળવદ), કુકા જીવણ કોળી (રહે. જુના કડીયાણા), ધારા દેવશી ભરવાડ (રહે.જુના કડીયાણા), રાણા પોલા ભરવાડ (રહે. કડીયાણા), મુકેશ કાળુ કોળી (રહે.કડીયાણા) સહિત ૬ શખ્સોને ૮૯પ૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. જયારે દશરથ બાબુ કોળી અને પ્રવિણ ગણેશ કોળી (રહે.બન્ને કડીયાણા) વાળા પોલીસની રેડ દરમિયાન નાસી છુટયા હતા.

નાસી છુટેલા શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જયારે ઝડપાયેલ અને નાસી છુટેલ સહિત આઠેય શખ્સો સામે જુગારધારાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text