હળવદ માર્કેટીંગ યાર્ડમાં કેબિનેટ મંત્રી સૌરભ પટેલની અધિકારીઓ સાથે બેઠક

- text


તાલુકા પ્રશ્નોના નિરાકરણ માટે ૮૦થી વધુ પ્રશ્નો થયા રજૂ : ૪૦ જેટલા પ્રશ્નોની રજીસ્ટાર નોંધ

હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ પ્રાંત કક્ષાના પ્રશ્નોના નિકાલ માટે મોરબી જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના પ્રાણપ્રશ્નોના નિરાકરણ માટે તંત્રની અગત્યની બેઠક યોજાઈ હતી. તો સાથોસાથ આ બેઠકમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ તાલુકાના ખેડૂતોને પાણી બાબતે નર્મદા કેનાલના પ્રશ્નો તેમજ પીજીવીસીએલ કચેરીના પ્રશ્નો, મહેસુલ વિભાગ અને નગરપાલીકાને લગતા ૧૧ પ્રશ્નોની આ બેઠકમાં છણાવટ કરવામાં આવી હતી. જેમાં રાજયના કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા રેતી ચોરી મામલે પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. ઉપરાંત આ બેઠકમાં કરાયેલ પ્રશ્નોની રજીસ્ટારમાં ૪૦ જેટલા પ્રશ્નોની નોંધ કરાઈ હતી. જાકે માર્કેટીંગ યાર્ડ ખાતે મળેલી આ બેઠકમાં મુખ્ય પ્રશ્ન રેતી ચોરી મામલે ચર્ચા – વિચારણા કરાઈ હતી.જેમાં અરજદારોએ ભાર પૂર્વક પ્રશ્નનોની રજૂઆત કરી હતી.

- text

માર્કેટીંગ યાર્ડ ખાતે મળેલી આ બેઠકમાં કેબિનેટ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, હળવદ નગરપાલીકા અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પાણી, રોડ – રસ્તાના પ્રશ્ન હોય કે ખાણખનિજના પ્રશ્નોની જિલ્લા અને તાલુકાના અધિકારીઓ સાથે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરી સ્થળ પર નિકાલ કર્યા છે. ઉપરાંત આજે મળેલી બેઠકમાં ૮૦ જેટલા પ્રશ્નોની અરજીઓ આવી હતી જેમાંથી અમુક પ્રશ્નોને સ્થળ પર નિકાલ કરાયા છે અને બાકીના પ્રશ્નોની કામગીરી હાથ ધરી આગામી ૮થી ૧૦ દિવસમાં પૂર્ણ કરાશે તેવું જણાવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર શ્રી માકડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખટાણા, મોરબી જિલ્લા ડીવાયએસપી બન્નો જાષી, નાયબ કલેકટર દમયંતીબેન બારોટ, હળવદ મામલતદાર વી.કે.સોલંકી, તાલુકા વિકાસ અધિકારી શ્રી એરવડીયા, નગરપાલીકા ચીફ ઓફિસર સાગર રાડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી, આરએફઓ શ્રી દઢાણીયા સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

- text