હળવદ માં ૪૫ હજાર થી વધુ બાળકોને રૂબેલ અને ઓરીની રસી મુકાસે

- text


અફવાથી દુર રહી બાળકો ને ઓરી ની બીમારી થી મુક્ત કરવા રસી મુકાવો

હળવદ : ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા પોલિયો અભિયાનને સફળતા પુર્વક દેશના ખુણે ખુણામાં પહોંચાડી દેશના બાળકોને પોલિયો મુક્ત કરવા સફળતા સાંપડી છે ત્યારે ભારતમાં એક આકડા પ્રમાણે દર વર્ષે ઓરીની નો ભોગ બની ૫૦ હજાર બાળકો નુ મૃત્યુ થતુ હોયછે જેને ધ્યાને લઈ ભારતના ૧૫ રાજ્યોમાં રૂબેલ અને ઓરીની રસીની મુંકવામા આવી છે ત્યારે સોમવારથી ગુજરાતમાં ભરમાં રસી મુંકવામા આવશે અને આ રસીનુ કોઈપણ જાતની આડઅસર નથી તેથી દરેક માતાપિતા પોતાના બાળકને રસી પિવડાવવાની” હળવદ બ્રેકિંગ ” અને મોરબી અપડેટ અપિલ કરે છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતાં અભિયાન અંતર્ગત આવતી કાલ સોમવારથી રૂબેલ અને ઓરીની રસી મુકવામાં આવશે. આ રૂબેલ અને ઓરીની રસીકરણનો કોઈપણ જાતની આડઅસર થતી નથી.અત્રે ઉલ્લેખનીય છેકે હળવદના રાણેકપર ગામની શાળામાં અભ્યાસ કરતાં બાળકો પાસેથી વાલીઓની સમંતિપત્ર માંગવામાં આવી રહ્યું છે.પરંતુ આ રસીકરણ નો કોઈપણ જાતની આડ અસઅસર થતી નથી હાલમાં જ ભારતના ૧૫ રાજ્યોમાં રૂબેલ અને ઓરીની રસી બાળકોને પિવડાવવામાં આવી છે અને આ ૧૫ રાજ્યોમાંથી એકપણ કેસ આડઅસરનો નોંધાયો નથી તેથી દરેક માતાપિતા આ અભિયાનમાં જોડાઈને પોતાના બાળકને રૂબેલ અને ઓરીની રસી મુંકાવી બાળકને રોગ મુક્ત કરે એવી “હળવદ બ્રેકિંગ” અને મોરબી અપડેટ દ્વારા અપિલ કરવામાં આવે છે

- text

અફવાથી દુર રહી બાળકો ને ઓરી ની બીમારી થી મુક્ત કરવા રસી મુકાવો : તાલુકા હેલ્થ ઓફીસર

રૂબેલ અને ઓરીની રસી ન મુકાવવાની ચાલીરહેલી અફવાઓ ને ખંડન કરતાં હળવદ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ ભાવીન ભટ્ટીએ જણાવ્યું હતું કે આ રસીની કોઈપણ પ્રકારની આડઅસર થતીનથી કે રસીથી કોઈ ખોડ-ખાંપણ,ખરાબ અસર પણ થતી નથી. ખોટી અફવાઓથી ગભરાવું નહીં. ખાસ ગામડામાં અને જે સમાજમાં લોકો શિક્ષિત નથી અને અંધશ્રદ્ધા ધરાવે છે તેમને આ રસીનુ મહત્વ સમજાવી કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપવા લોકોને અપીલ કરવામાં આવીછે તેમજ આ રસી આપવાનો પ્રોગ્રામ દોઢ માસ ચાલસે જેમાં શાળાઓ, આંગળીઓ તેમજ વાડી વિસ્તારમાં રહેતા મજુર વર્ગના બાળકોને ત્યાં જઈ રસી આપવામાં આવશે વધુમાં જણાવ્યું કે આ રસી ખાનગી હોસ્પિટલોમા જો બાળકો ને મુકાવી હોયતો રૂ.૫૦૦ થી ૮૦૦ લેવામાં આવતાં હોય છે જે સરકાર દ્વારા ફ્રી મા મુકવામાં આવે છે જેથી તમામ તાલુકા અને સહેરના લોકોને તેમના નવ માસથી પંદર વર્ષ ના બાળનાકો ને રસી મુકાવે.

- text