વાંકાનેરમાં વધુ એક દેશી દારૂની ફેક્ટરી ઝડપાઇ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ તરકીયા ગામની સીમમાં શામજી નાથાભાઇ કોળી રહે. નાળીયેરી વાળો પોતાની વાળી પાસે આવેલ તળાવની પાળમાં દેશી દારૂ બનાવવાની ભઠી ચલાવતો હોય તેવી ખાનગી રાહે બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસે ત્યાં રેડ કરતા દેશી દારૂ બનાવવાના આથા નાં બેરલ નંગ 12 જોવા મળેલ જેમાં કુલ 2400 લીટર આથો હતો જેની કિંમત રૂપિયા 4800 ગણી તેનું સ્થળ પર નાશ કરવામાં આવેલ આ ઉપરાંત સ્થળ પર પાણી ખેંચવાની મોટર કિંમત 2000 મળી આવેલ જે જપ્ત કરવામાં આવેલ. આમ કુલ મુદ્દામાલ રૂપિયા 6, 800 નો કબજે કરી આરોપી મળી આવેલ ન હોય આરોપી શામજી નાથાભાઇ કોળી પર ગેરકાયદેસર દેશી દારુ બનાવવાનો આથો તેની વાળી પાસે રાખી પ્રોહિબિશન એક્ટ 65 F મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જી.આર.ગઢવી ચલાવી રહ્યા છે.

- text

 

- text