વાંકાનેરની કેકે શાહ કોલેજમાં મહિલાઓના અધિકાર વિષય પર સેમિનાર યોજાયો

- text


૬૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ મહિલા સંબંધિત કાયદાઓ અને ટ્રાફિક નિયમન અંગેનું માર્ગદર્શન મેળવ્યું

વાંકાનેર : વાંકાનેરની કે.કે.શાહ હાઈસ્કૂલમાં જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અને વાંકાનેર સીટી પોલીસ દ્વારા જાતીય સતામણી તેમજ મહિલાઓના અધિકાર તથા ટ્રાફિક જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં ધો. ૧૦ થી ૧૨ની ૬૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું.

જાતીય સતામણી તેમજ મહિલાઓના અધિકાર તથા ટ્રાફિક જાગૃતિ વિષય પરના સેમિનારમાં પોલીસ ઇન્સ્પેકટર બી.ટી. વાઢીયા, સબ ઇન્સ્પેકટર રાવલ, આરટીઓ ઇન્સ્પેકટર વી.એમ.શાહ, આરટીઓ અધિકારી યાદવ તેમજ લાઠીયાની ઉપસ્થિતિ રહી હતી. સેમીનારમાં બાળકોને મળતા અધિકારો, જાતીય સતામણી તેમજ જાગૃતતા, મહિલાઓના કાયદાના રક્ષણની જાગૃતતા અંગે જાણકારી આપવામાં આવી હતી.

- text

સેમિનારમાં આરટીઓ ઇન્સ્પેકટર શાહે પ્રોજેક્ટરમાં વિડીઓના માધ્યમથી ટ્રાફિલ નિયમન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કે.કે.શાહ હાઈસ્કૂલની ધો. ૧૦થી ૧૨માં અભ્યાસ કરતી ૬૦૦ જેટલી બાળાઓએ આ સેમિનારમાં ઉપસ્થિત રહી મહત્ત્વનું માર્ગદર્શન મેળવ્યું હતું.

 

- text