મોરબીના મકનસર નજીક ટ્રક હડફેટે બાઈકચાલકનું મોત

- text


મોરબી : મોરબીના મકનસર ગામ નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના મકનસર ગામ નજીક ટ્રક નં. આર જે ૧૯ જીસી ૧૪૨૪ એ બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક અરવિંદભાઈ રવજીભાઈ માલાસણા ઉ.વ. ૪૨નું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.

- text

આ મામલે નાથાલાલ લાલજીભાઈ માલાસણાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text