હડમતિયાની પ્રાથમિક શાળામાં અોરી રૂબેલાની રસીકરણ અર્થે વાલી મીટીંગ યોજાઈ

- text


રસીકરણ અભિયાનના દિવસે ૧૦૦% બાળકો હાજર રહે અેવા આશયથી વાલી મીટીંગ બોલવામાં આવી

- text

હડમતીયા : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત અોરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત હડમતિયા કન્યા તાલુકા શાળા તેમજ હડમતિયા કુમારશાળામાં વાલી મિટીંગ રાખવામાં આવી હતી.વાલીઅોને ઓરી અને રૂબેલા રોગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ૯ માસ થી ૧૫ વર્ષના તમામ બાળકોને રસીકરણ કરાવીઅે તો જ સ્વસ્થ સમાજથી સ્વસ્થ ગુજરાત બને શકે આ ઉદેશથી શિક્ષકો દ્વારા તેમજ હેલ્થ સેન્ટરના અે.અેન.અેમ. ભાવનાબેન ભીંડી દ્વારા માહિતી આપવામા આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં વાલીઅો, સ્કુલના અેસ.અેમ.સી અધ્યક્ષ તેમજ સભ્યો , ગ્રામજનો તેમજ શાળા સ્ટાફ હાજર રહ્યા હતા.

- text