મોરબી અેસ.ટી. ડેપોના હડમતિયા રૂટના ડ્રાઇવરની પ્રામાણિકતા : મુસાફરને રૂપિયા સાથેનું પર્સ પરત કર્યું

- text


હડમતીયા : મોરબી અેસ.ટી. ડેપોમા ફરજ બજાવતા ધરમેન્દ્રસિંહ. કે. જાડેજાને હડમતિયા રૂટની બસમા વિધાર્થીઅો અપડાઉન કરતા ખાખરીયા વિશાલ રાજેશભાઈના જરુરી પર્સ સાથે ડોક્યુમેન્ટ અને રૂપિયા ૧૫૦૦ બસમા જ પડી જવાથી વિશાલભાઈ દોડા દોડી કરવા લાગ્યા અને જે બસમા ડ્રાઈવર તરીકે આવ્યા હતા તેને અેસ.ટી. ડેપોમાં જાણ કરતા વિશાલભાઈ ત્યાં જ રૂબરુ આવતા પર્સ મુળ માલિકને રૂબરુ મળતા ધરમેન્દ્રસિંહ. કે. જાડેજાને આ પર્સ મળ્યું હતુ. જેમાં રુપિયા ૧૫૦૦/ તેમજ કિંમતી ડોક્યુમેન્ટ પાનકાર્,ડ આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ મળી આવેલ.જેમણે એ. ટી.આઈ. સુભાષભાઈની હાજરીમાં રૂબરૂ મુળ માલિકને બોલાવીને પરત કરીને પોતાની ફરજનિષ્ટા દાખવી મોરબીડેપો તેમજ ગુજરાત એસ.ટી.ની પ્રતિષ્ઠા ઉજળી કરેલ. તે બદલ મોરબીડેપોના ડ્રાઈવર ધરમેન્દ્રસિંહ જાડેજાનો વિશાલભાઈઅે આભાર વ્યક્ત કરેલ.

- text

- text