મોરબી જીલ્લા પંચાયતમાં સત્તા કોંગ્રેસના બાગીઓના હાથમાં : પ્રમુખ પદે કિશોર ચીખલીયા

- text


ઉપપ્રમુખ પદે ગુલામ પરાસરા : કોંગ્રેસના સતાવાર પ્રમુખ પદના ઉમેદવાર મુકેશ ગામીને માત્ર ૭ નો ટેકો

મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આજે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના બાગીઓ સામે કોંગ્રેસના સતાવાર ઉમેદવાર હાર્યા છે અને પ્રમુખ પદે કિશોર ચીખલીયાએ ચૂંટાઈ આવ્યા છે.

કોંગ્રેસ બહુમતી વાળી મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખપદને લઈ છેલ્લા પાંખવાડિયાથી ચાલતા હાઇવોલ્ટેજ ડ્રામાં આજે કોંગ્રેસના બાગી નેતા કિશોર ચીખલીયાએ અજ્ઞાતવાસમાંથી બહુમત સભ્યો સાથે સીધાં જ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાજર થતા બાગી 16 સભ્યોએ પક્ષનો વ્હીપ લેવાનો ઇનકાર કરી દઈ પ્રમુખ પદે કિશોર ચીખલીયાને બેસાડ્યા હતા.

- text

બીજી તરફ કોંગ્રેસે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મુકેશ ગામીને સતાવાર ઉમેદવાર જાહેર કર્યા હોવા છતાં બહુમત સભ્યો કિશોર ચીખલીયાએ સાથે રહયા હતા અને ઉપપ્રમુખ પદે ગુલામ પરાસરા ચૂંટાઈ આવ્યા હતા.

જો કે મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું ઘર સળગી ગયું હોવા છતાં કોંગી આગેવાનો જિલ્લા પંચાયતમાં સતા કોંગ્રેસના હાથમા જ રહી હોવાના નિવેદન કરી સંતોષ માની રહ્યા છે.

- text