બાંદ્રા – ભુજ એક્સપ્રેસ ટ્રેનને હળવદમાં સ્ટોપ અપાયો

- text


સાંસદ મોહન કુંડારીયા સહિતના અગ્રણીઓની રજુઆત સફળ નીવડી

હળવદ : સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના અગ્રણીઓએ દિલ્હી ખાતે રજુઆત કરતા બાંદ્રા – ભુજ એક્સપ્રેસને હળવદમાં સ્ટોપ આપવામાં આવ્યો છે. જેથી આવતીકાલે તા.૧૪ થી અઠવાડિયામાં સોમવાર , ગુરુવાર અને શનિવારના રોજ ટ્રેન હળવદ આવશે. હળવદથી ભુજ જવા માટે સવારે ૮:૪૫ અને બાંદ્રા જવા માટે સાંજે ૭:૧૦ કલાકે આ ટ્રેન મળી શકશે.

દીલ્હી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા , પુવૅ મંત્રી જયંતીભાઇ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ , તેમજ પૂવૅ પ્રમુખ રણછોડભાઇ દલવાડી દ્વારા હળવદ શહેર ના લોકોની પરીવહન માટેની પાયાગત સુવીધા તેમજ રેલ્વે મુસાફરીની વીવીધ રજુઆતો જેવી કે હળવદ રેલ્વે સ્ટેશન આધુનીક બનાવવા, હળવદ થી બા્યપાસ જતી ટ્રેન ના સ્ટોપ માટે કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુષભાઇ ગોયલ તથા ચેરમેન અશ્વીનીકુમારને રજુઆત કરવામાં આવી હતી

- text

જે અંતર્ગત બાંન્દ્રા – ભૂજ એક્સપ્રેસ (એ.સી. કોચ) ને હળવદ ખાતે સ્ટોપ આપવામાં આવ્યો છે. આવતીકાલે તા.૧૪ થી અઠવાડિયામાં સોમવાર , ગુરુવાર અને શનિવારના રોજ આ ટ્રેન હળવદ આવશે. હળવદથી ભુજ જવા માટે સવારે ૮:૪૫ અને બાંદ્રા જવા માટે સાંજે ૭:૧૦ કલાકે આ ટ્રેન મળી શકશે.

- text