મોરબીમાં શુક્રવારથી ચાર દિવસીય નિઃશુલ્ક યોગ શિબિર

- text


યુવા રન ફાઉન્ડેશનનું પ્રેરક આયોજન : યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ

મોરબી : મોરબીમાં યુવા રન ફાઉન્ડેશન દ્વારા સંસ્કાર ઇમેજિંગ સેન્ટરમાં આવતીકાલે શુક્રવાર થી ચાર દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું સંચાલન હરેશભાઇ કૈલા દ્વારા કરવામાં આવનાર છે.

પરમ પૂજ્ય પ્રેમસ્વામીજીના આશીર્વાદ થી સંસ્કાર ઈમેજિંગ સેન્ટરમાં યુવા રન ફાઉન્ડેશન (અમદાવાદ) દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર નું તા.૧૫ થી ૧૮ સુધી સવારે ૬ થી ૭ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિર સંસ્કાર ઈમેજિંગ સેંટર ખાતે યોજાનાર છે. યોગ શિબિર નું સંચાલન હરેશભાઈ કૈલા કરશે.

- text

જેમને શારીરિક કે માનસિક સમસ્યાઓ જેમકે કમર નો દુખાવો બ્લડ પ્રેશર, ડાઈબીટસ, ઘુટણ નો દુઃખાવો, માઈગ્રેન વગેરે હોય તેવા હરિભક્તો અચૂક યોગ શિબિરમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text