મોરબીમાં ૧૫મીએ માનવ શરીરમાં રહેલી દિવ્ય શક્તિઓની ઓળખ આપતો વિનામૂલ્યે સેમિનાર

- text


આંતરશક્તિઓનો ઉપયોગ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ સિલ્વા અલ્ટ્રામાઇન્ડ ઇએસપી સિસ્ટમ અંગે ઘનશ્યામ ગોહિલ આપશે માર્ગદર્શન : સેમિનાર બાદ ૧૬ અને ૧૭મીએ વર્કશોપ યોજાશે

મોરબી : માનવ શરીરમાં રહેલી અનંત શક્તિઓનો ઉપયોગ કરવાની સરળ તથા સચોટ વૈજ્ઞાનિક પધ્ધતિઓની સમજ આપતી સિલ્વા અલ્ટ્રામાઇન્ડ ઇએસપી સિસ્ટમ અંગેના સેમિનારનું મોરબીમાં તા.૧૫ જૂને વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ ટ્રેનર ઘનશ્યામ ગોહિલ માર્ગદર્શન આપશે.

સિલ્વા (અમેરીકા)ની વર્ષ ૧૯૬૬માં શોધાયેલ પ્રથમ પ્રમાણિત અદ્યતન અલ્ટ્રામાઇન્ડ ઇએસપી સીસ્ટમ અને વર્કશોપ વિશ્વના ૧૩૦ દેશોમાં ૩૦ થી વધુ ભાષામાં પ્રચલિત છે. અલ્ટ્રામાઇન્ડ ઇએસપી સીસ્ટમનો સેમિનાર અને વર્કશોપ મોરબીના આંગણે યોજવા જઇ રહ્યો છે. તા.૧૫ જૂને રાત્રે ૮ થી ૯:૩૦ કલાકે ટાઉન હોલ ખાતે ફ્રી સેમિનાર યોજાશે.

- text

આ સેમિનારમાં ભૌતિક અને આધ્યાત્મિક સ્તરો વચ્ચે સરળ સંતુલન સાધતી સિલ્વા અલ્ટ્રામાઇન્ડ ઇએસપી સિસ્ટમના લાભાલાભ જોવા જઈએ તો જીવનના ધ્યેયને શોધવું અને પ્રાપ્ત કરવું, મનને દુનિયાના કોઈ પણ ખૂણે પ્રોજેકટ કરી માહિતી મેળવવી, પૃથ્વી પર જન્મનો હેતુ જાણવો અને બીજાને સુખી કરી સુખી થવું, અંતઃસ્ફુરણા દ્વારા જીવનના દરેક ક્ષેત્રમાં સાચા નિર્ણય કરવાની યોગ્યતા કેળવી અને સુખી જીવન બનાવવું, પ્રાકૃતિક માનસિક સામર્થ્યનો ઉપયોગ કરતા શીખવું, જીવનમાં આરોગ્ય, સંબંધો તથા પોતાના કાર્યક્ષેત્રમાં સર્વોપરી બનવું, નિર્ણયશક્તિ, પ્રતિભા તથા આત્મવિશ્વાસનો વિકાસ કરવો, આત્મલક્ષી સમજણ અને માહિતી આદાન પ્રદાન કરવા માટે નિપુણતા કેળવવી તેમજ જીવન શૈલીને હકારાત્મક બનાવી માનસિક શાંતિ અનુભવવી.વગેરે બાબતો પર પ્રકાશ પાડવામાં આવશે. અને સેમિનારમાં સ્વાસ્થ્ય, સિદ્ધિ, સમૃદ્ધિ અને સંબંધોનું સર્જનાત્મક અને સફળ સામર્થ્ય સાધતી સિલ્વા અલ્ટ્રામાઇન્ડ ઇએસપી સિસ્ટમ વિશે ઇન્ટરનેશનલ ટ્રેઇનર ઘનશ્યામ ગોહિલ સચોટ માર્ગદર્શન આપશે.

કુદરતે પ્રાકૃતિક સ્વરૂપે બક્ષેલી દિવ્ય શક્તિની ઓળખ આપતી આ સિસ્ટમના સેમીનાર તથા વર્કશોપમાં જોડાવવા માટે અતુલ ધુપેલીયા મો.નં. ૯૮૨૫૪ ૫૪૧૭૦ તથા વોટ્સ એપ નં. ૯૬૬૨૦ ૫૩૩૪૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text