હળવદના દેવળીયા નજીક નાઇટ્રોજન ભરેલું ટેન્કર પલટી ગયું

- text


મુંબઈથી મુન્દ્રા જઇ રહેલ ટેન્કરમાં અકસ્માત બાદ મોરબી ફાયર બ્રિગેડે સ્થિતિ કાબુમાં લીધી

હળવદ : આજે સવારે અમદાવાદ – હળવદ હાઇવે પર મુંબઈથી નાઇટ્રોજન ગેસ ભરી મુન્દ્રા તરફ જઈ રહેલું ટેન્કર અચાનક દેવળીયા નજીક પલટી જતા કેમિકલના ધુવાણાંના ગોટે ગોટાથી હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે અમદાવાદ માળીયા હાઇવે પર હળવદના દેવળીયા નજીક ટેન્કર નંબર જીજે ૧૫ વાય.વાય. ૭૧૫૮ અકસ્માતે પલટી જતા હાઇવે પર અફરાતફરીના માહોલ સર્જાયો હતો.

- text

વધુમાં દેવળીયા નજીક પલટી ગયેલુ આ ટેન્કર મુંબઈથી નાઇટ્રોજન ગેસ ભરી મુન્દ્રા તરફ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હતી અને અકસ્માતની જાણ થતાં જ હળવદ પોલીસ મથકના એ.એસ.આઈ વસંતભાઈ તથા ભાવેશભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવી સ્થિતિને કાબુમાં લેવા તાત્કાલિક મોરબી પાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

દરમિયાન મોરબી ફાયરબ્રિગેડ સ્ટાફ તુરત જ ઘટના સ્થળે પહોંચી મોરચો સાંભળી લીધો હતો અને સ્થિતિને કાબુમાં લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે.જો કે આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

- text