મોરબીમાં ઝૂલતા પુલ નીચે નદીમાં તૂટી ગયેલ પાઝ નવી બનાવી ૫ ફૂટ ઊંચી કરવાની માંગ

- text


ચોમાસા પૂર્વે પાઝ બનાવવા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે મુખ્યમંત્રીને કરી રજુઆત
મોરબી : મોરબીના ઝૂલતા પુલ નીચે વહેતી મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ પાઝ તૂટી ગઈ હોવાથી તેમાનું બધું પાણી વેડફાઈ જાય છે. જેથી પાણીના સંગ્રહ માટે આ પાઝને પાંચ ફૂટ ઊંચી બનાવવાની જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબીની મચ્છુ નદીમા અમદાવાદ સાબરમતી જેવો રીવરફ્રન્ટ બને છે. પરંતુ પાણી વગર હોડકા કેવી રીતે તરસે એ એક મોટો પ્રશ્ન છે. ઝૂલતા પુલ નીચેની પાઝ તોડી નાખવામાં આવી છે. તે વરસાદ પહેલા પાંચ ફૂટ ઊંચી કરાઈ તો શોભામાં અભિવૃદ્ધિ થયાની સાથે મોરબીના સામાકાંઠે બોરના પાણીમાં સ્તર ઊંચા આવશે.

- text

વધુમાં જણાવ્યું કે ગાંડી વેલના કારણે આ પાઝ તુટી જવા પામી છે. પાણીના સંગ્રહ માટે આ પાઝ પાંચ ફૂટ ઊંચી કરવી જરૂરી છે. ત્યારે સરકારે આ કામ માટે ગ્રાન્ટ ફાળવીને તાત્કાલિક પાઝ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ છે.

- text