મોરબીમાં પ્રેમ પ્રકરણમાં પુત્રી ભાગી જતા પિતા – પુત્રએ ટ્રાફિક વોર્ડનને લમધાર્યો

- text


અગાઉ ટ્રાફિક વોર્ડનના ભાઈ સાથે પ્રેમ સંબંધ હોય શંકાના આધારે ઘરમાં ઘુસી હુમલો

મોરબી : મોરબીના રવાપર રોડ પર ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા યુવાનના રફાળેશ્વર સ્થિત ઘરમાં ઘુસી પિતા-પુત્રએ પોતાની પુત્રી ભાગી જતા વિનાકારણે હુમલો કરી લમધારી નાખતા ઘાયલ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજન મોરબીના રફાળેશ્વરમાં રહેતા અને છેલ્લા અઢી વર્ષથી રવાપર ગામ નજીક ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા રોહિત વિરજી ચાવડાના ઘરે જઈ આરોપી કિરીટ અને તેના પુત્રે ઘરમાં ઘુસી લાકડી વડે બેફામ માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ થયેલા રોહિતને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

- text

વધુમાં હુમલા અંગેનું કારણ જણાવતા રોહિતે જણાવ્યું હતું કે અગાઉ કિરીટની પુત્રી હેતલ સાથે પોતાના નાનાભાઈ હસમુખને પ્રેમ સંબંધ હતો પરંતુ આ બાબતની જાણ થતા કિરીટે પોતાની પુત્રીના અન્યત્ર લગ્ન કરી નાખ્યા હતા.

બાદમાં કિરીટની પુત્રી લગ્ન બાદ ઘર છોડી ભાગી જતા પોતાની પુત્રીને ભગાડ્યાની શંકા કરી આ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

- text