રે… કળજુગ…. મિલકત હડપ કરવા વૃદ્ધ સાસુનો હાથ ભાંગી નાખતી વહુ અને પૌત્ર- પૌત્રી

- text


મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરિયાનગરમાં રહેતા વૃધ્ધાનું મકાન પચાવી પાડવા સગી વહુ અને પૌત્ર – પૌત્રીઓએ વૃધ્ધાના હાથ ભાંગી નાખતા કળજુગી વહુ અને સંતાનો પર ફિટકાર વરસી રહ્યો છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ એતીબેન દેવજીભાઇ ધોળકીયા કોળી ઉવ- ૭૫ રહે. સો ઓરડી વરીયાનગર શેરી નં – ૪ મોરબી વાળાને તેમના સગા વહુ અને તેમના સંતાનોએ મકાન હડપ કરવા ઢોર માર મારી હાથ ભાંગી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

- text

ઘટના અંગે ઓતિબેનની ફરિયાદને પગલે પોલીસે (૧) ગુલાબબેન કિશોરભાઇ ધોળકીયા (૨) વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા (૩) સોનલબેન વા/ઓ વિવેકભાઇ દેગામા અને (૪) જાનકીબેન વા/ઓ કિશોરભાઇ ધોળકીયા રહે. બધા વરીયાનગર સો ઓરડી મોરબી વિરુદ્ધ ગુન્હો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

- text