મોરબીના પીપળી ગામ પાસે ભૂંડ આડુ ઉતરતા બાઈકચાલકનું મોત

- text


મોરબી : મોરબીના પીપળી ગામ પાસે જેતપર રોડ પર ભૂંડ આડુ ઉતરતા ઇજાગ્રસ્ત થયેલા બાઈકચાલકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પીપળી ગામ પાસે જેતપર રોડ પર તુલસી ઉર્ફે તરૂણભાઈ રતનદાસ ચૌહાણ ઉ.વ.૨૦ નામનો યુવાન બાઈક લઈને જતો હતો. તે દરમિયાન રોડ પર ભૂંડ આડુ ઉતરતા બાઈક તેની સાથે અથડાયું હતું. જેથી યુવાન ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

- text

ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર દરમીયાન દમ તોડ્યો હતો.

- text