મોરબી : યુવકો પાસે યુવતીઓ મોકલી બાદમાં તેની પાસેથી તોડ કરતા પોલીસ કર્મી સહીત બે ઝડપાયા

પોલીસ કર્મી સહિત ચાર શખ્સો સામે કાવતરું અને લૂંટ ની મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી : યુવતી સહીત અન્ય બેની શોધખોળ શરૂ

મોરબી : મોરબી પંથકમાં યુવકોને શિકાર બનાવી તેની પાસે યુવતી મોકલીને બાદમાં તેની પાસેથી પૈસા પડાવતી પોલીસ કર્મી સહિતની ચાર સભ્યોની ગેંગ સામે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધ્યા બાદ પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલ કિશોર તેજાભાઈ હૂંબલ અને તેના સાગરીત મનોજ બોરીચા ની લાલપર નજીક થી પોલીસે કરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમેજ હની ટ્રેપ ગોઠવી યુવકો પાસે તોડ કરતી ગેંગની યુવતી સહીત અન્ય બેની પોલીસે ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી જીલ્લામાં જુદા જુદા વિસ્તાર મા યુવતીઓ યુવક પાસે મોકલી સામાન્ય વાતચીત કરે એ અરસા મા આ તોડબાજ ટોળકી ત્યા આવી યુવક ને બ્લેકમેલ કરી લાખો રૂપીયા ના તોડ કરતી એક ગેંગે તરખાટ મચાવી ને રાખ્યો હતો જેમા લોકો પોતાની આબરૂ ન ડર થી પોલીસ ફરીયાદ થી દુર રહેતા જેમા આ અઠંગ ટોળકી મા એક પોલીસકર્મી પણ સામેલ હોવાની વાતે જોર પકડ્યુ હતુ. અંતે આ ટોળકીનો શિકાર બનેલા એક પટેલ યુવાને એલસીબી સમક્ષ ફરીયાદ કરી હતી કે ગત તા.૨૫ ના રોજ બપોરે અઢી વાગ્યાના આસપાસ મનોજ બોરીચા નામના આરોપીએ તેનો મોબાઈલ નંબર આરોપી સ્નેહા નામની યુવતિને આપ્યો હતો અને આ યુવતિ એ યુવાને ફોન કરી વાતોમા ફસાવી મળવા માટે મોરબી કચ્છ હાઈ વે પર આવેલા ઉદરડી માતાજી ના મંદીર તરફ જવાના ગેઈટ પાસે બોલાવતા યુવક મળવા ગયેલ હતો.

ભોગ બનનાર યુવક અને યુવતિ સ્નેહા વાતચીત કરતા હતા એ દરમ્યાન વાકાનેર સીટી પોલીસમથકમા કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કિશોર તેજાભાઈ હુંબલ પોલીસના ડ્રેસમા અને અન્ય એક અજાણ્યો શખ્સ સ્વીફ્ટ કારમાં આવી ફરીયાદી સતિષ ભીમાણીને પકડી લીધો હતો અને ઢીકા-પાટુનો માર મારી ફરીયાદી યુવાનનુ કારમા અપહરણ કરી આરોપી અને પોલીસકર્મી કિશોર હુંબલે પોલીસ કેસ કરવાની ગર્ભીત ધમકી આપી ડરાવી ધમકાવી તમામ આરોપીઓએ ભેગા મળી રોકડ રૂપીયા ૮૦,૦૦૦ ની લુંટ ચલાવ્યા હોવાની ફરીયાદ કરતા એલસીબીએ આ બનાવમા આરોપી પોલીસ કર્મચારી કિશોર તેજાભાઈ હુંબલ હાલ વાકાનેર સીટી , મનોજ બોરીચા, અજાણ્યો શખ્સ અને એક સ્નેહા નામની એક યુવતિ એમ મળી કુલ ચાર શખ્સો વિરુદ્ધ આઈપીસી ની કલમ 323,365,392,120(બી),34 મુજબ મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

તેવામાં મોરબી તાલુકા પોલીસે આ બનાવમાં હાલ વાંકાનેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિશોર તેજાભાઈ હૂંબલ અને તેના સાગરીત મનોજ બોરીચાની લાલપર નજીક થી પોલીસે કરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમેજ આ રીતે હની ટ્રેપ ગોઠવી આ ગેંગ દ્વારા અન્ય કોઈ યુવાનોને શિકાર બનાવ્યા છે નહિ તે અંગે તપાસ શરુ કરી છે. તેમજ યુવકોને ફસાવી તેમની પાસે તોડ કરતી ગેંગની યુવતી સહીત બે સભ્યોની પોલીસે ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.