મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે કચરામાં આગ : બાજુમાં પડેલો ટ્રક પણ ઝપટે ચડી ગયો

મોરબી : મોરબીનાં તાલુકા પોલિસ સ્ટેશનનાં પાછળનાં ભાગે આવેલ કચરા પેટીમા કોઈ કારણસર આગ લાગતાં પોલિસે ડિટેઇન કરેલ ટ્રકનાં બોનેટનાં ભાગ બળી ગયો હતો.

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ તાલુકા પોલિસ સ્ટેશનનાં પાછળનાં ભાગે આવેલ કચરા પેટીમા આજે સવારે કોઈ કારણસર આગ લાગી હતી. આગે થોડીવારમાં મોટુ સ્વરુપ ધારણ કરી લેતા પોલીસ દ્રારા ડિટેઇન કરેલ ટ્રક આગની ઝપટમા આવી ગ્યો હતો.ઘટનામાં ટ્રકનૉ આગળનૉ બોનેટનૉ ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા મોરબી ફાયરની ટીમ દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.