મોરબી : ધો.૧૨ CBSEમાં શ્રીના પારેખનું ૯૫ ટકા જેવું જ્વલંત પરિણામ

- text


મોરબી : મોરબીની શ્રીના પારેખે ધો.૧૨ CBSE ઈંગ્લીશ મીડીયમમાં ૯૫ ટકા પરિણામ મેળવી શાળા પરિવાર તેમજ જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. ઉત્કૃષ્ટ પરિણામ બદલ શ્રીનાને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

ભાવેશ નવીનચંદ્ર પારેખ ની પુત્રી તેમજ દીપક પારેખ (ઓરેવા ગ્રુપ)ની ભત્રીજી શ્રીના પારેખે ધો.૧૨ CBSE ઈંગ્લીશ મીડીયમ પરીક્ષામાં ૯૫% મેળવ્યા છે.જ્વલંત પરિણામ લાવવા બદલ સમગ્ર પરિવારે તથા જૈન સમાજે તેની સિદ્ધિને બિરદાવી ભવિષ્યમાં વધારેને વધારે પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

- text

નાનપણથી જ ભણવામાં ખૂબ જ નિપુણ અને હોશિયાર એવી શ્રીના પારેખ ધોરણ બારની પરીક્ષા બાદ લેવાતી સ્પર્ધાત્મક ગુજકેટની પરીક્ષા પણ ૯૫.૭% સાથે ઉત્તીર્ણ થઈ હતી.

- text