મોરબીના ઘુટુમાં જમીન તકરારમાં સણેથો ફટકારતા એકને ઇજા

- text


મોરબી : મોરબીના ઘૂંટુ ગામે જમીન તકરારમાં લાકડાનો સણેથો ફટકારતા એકને ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ ફરિયાદી જયંતીભાઇ કરશનભાઇ સોરીયા જાતે-પટેલ ઉ.વ-૪૨ ધંધો-ખેતી રહે-ઘુંટુ જુના ગામમાં સોરીયા બહુચરાજી માતાજીના મંદીર પાસે તા.જી.મોરબી વાળાને જમીન પ્રશ્ને ચાલતી માથાકૂટમાં વલ્લભભાઇ રૂગનાથભાઇ ધોરીયાણી રહે.ઘુંટુ હરીનગર તા.જી મોરબી વાળાએ ગાળો બોલી પોતાના પાસે રહેલા લાકડાના સણેથા વડે પગમાં બેત્રણ ઘા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

આ મામલે પોલીસે મ્હે.જીલ્લા મેજી.સાના હથીયાર બંધી જાહેરનામાંનો ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text