મોરબીમાં ટ્રાફિકને કારણે પ્રસુતાની ડિલિવરી રોડ પર જ કરવી પડી

- text


સદનસીબે ડિલિવરી સફળ રહેતા પ્રસુતાએ બે જોડિયા બાળકીને જન્મ આપ્યો
મોરબી : મોરબીની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યાને લીધે આજે ચરાડવા ની પ્રસૂતાની રસ્તા પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. સદનસીબે આ પ્રસૂતાની ડિલિવરી સફળ રહી હતી અને તેને બે જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો.

ચરાડવા ગામે રહેતા રસુલંભાઈ બચુભાઇ ગણાવા તેમની પત્ની હજીરાબેન રસુલંભાઈ ગણાવાને લઈને તેની પ્રસુતિ કરાવવા અર્થે વાન મારફતે મોરબી આવી રહ્યા હતા. ટ્રાફિક સમસ્યા ને કારણે વાન કાર માંથી બન્ને સીએનજી રીક્ષા દ્રારા મોરબી પહોંચવાનું નક્કી કર્યું હતુ. પરંતુ અતિ ટ્રાફિક સમસ્યા હોવાથી રસ્તા પર ઘુંટુ રોડ પર ત્રાજપર ચોકડી નજીક આવેલા શક્તિ ટ્રાન્સપોર્ટ પાસે રસ્તા પર પ્રસુતિ કરવાની ફરજ પડી હતી.

- text

સદનસીબે પ્રસૂતાની ડિલિવરી સફળ રહી હતી. પ્રસૂતાએ બે જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે હિન્દૂ યુવા સંગઠન નાં કાર્યકર્તાઓએ ત્યાં પહોચી ટ્રાફિક સમસ્યા હલ કરાવીને મદદરુપ બન્યાં હતા. બન્ને બાળકી નો વજન ઓછો હોવાના લીધે આયુષ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી તથા તેમના માતા ને સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રસૂતા અને તેમના પતિની જમવાની તેમજ અન્ય વ્યવસ્થા હિન્દૂ યુવા સંગઠનના કાર્યકર્તાઓએ ઉઠાવી હતી.

- text