મોરબી જિ.પં.ના આઉટસોર્સ કર્મીઓના પગાર-પીએફ જમા ન કરાવતી બે એજન્સીને નોટિસ

- text


નોટિસ બાદ પણ કર્મચારીઓના પગાર પીએફ જમા નહિ થાય તો બન્ને એજન્સીઓનો કોન્ટ્રાકટ રદ કરી દેવાની ડીડીઓની ચેતવણી

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આઉટ સોર્સના કર્મચારીઓના પગાર અને પી.એફ. સમયસર જમા નહીં કરાવવા બદલ બે કોન્ટ્રાક્ટ એજન્સીને ડીડીઓએ બીજી વખત નોટિસ ફટકારી છે આ નોટિસ અનુસંધાને કર્મચારીઓને પગાર અને પી.એફ.સમયસર નહિ મળે તો બંને જવાબદાર કોન્ટ્રાક્ટ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ડીડીઓએ ચેતવણી આપી છે.

મોરબી જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર ૧૫ જેટલા આઉટ સોર્સના કર્મચારીઓ ફરજ બજાવે છે.આઉટ સોર્સના કર્મચારીઓના ખાતામાં પગાર અને પ્રોવિડન્ટ ફંડ સમયસર જમા થતા નથી. જેથી ડીડીઓએ જવાબદાર કોન્ટ્રાક્ટ એજન્સી આશાપુરા એન્ટરપ્રાઇઝ અને ડી.આર. એન્ટરપ્રાઇઝને નોટિસ ફટકારી છે.આ અંગે ડીડીઓએ જણાવ્યું કે એજન્સીને જિલ્લા પંચાયતની કચેરીમાં તા.૧/૦૯/૨૦૧૭ થી તા.૩૧/૦૮/૨૦૧૮ સુધી આઉટસોર્સના કર્મચારીઓની સેવી સેવા પૂરી પાડવાનો વર્ક ઓર્ડર અપાયો હતો.

- text

વધુમાં તેઓએ કહ્યું કે બન્ને એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું માસિક વેતન સમયસર જમા કરવામાં આવતું નથી તે ખૂબ જ ગંભીર બાબત છે આ એજન્સીઓને અનેક વખત સૂચના આપવામાં આવી છે. અગાઉ એક વખત નોટીસ પાઠવ્યા છતાં કર્મચારીઓના પગાર અને પી.એફ. જમા કરાવ્યા નથી. પી.એફ.જમા કરાવ્યાનો પુરાવો રજૂ થયો ન હોવાથી ફરીથી બીજી વખત એજન્સીઓને નોટિસ પાઠવી આ અંગે ખુલાસો કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો એજન્સીઓ દ્વારા ખુલાસો રજૂ કરવામાં નહી આવે તો તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે.

- text