મોરબીમાં બળજબરીથી ફ્લેટ અને રોકડ પડાવી લેનાર બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

- text


મૂળ મોરબી અને હાલ રાજકોટ રહેતા લોહાણા યુવાનની ફરિયાદના આધારે બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન

મોરબી : મોરબીમાં બે શખ્સોએ યુવાનને માર મારી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ફ્લેટ અને રોકડ તેમજ ટીવી , એસી સહિતની ચીજ વસ્તુઓ પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

મૂળ મોરબીના રવાપર રોડ પર લોર્ડ્સ ૨ માં નિવસ્થાન ધરાવતા અને હાલ રાજકોટના એરપોર્ટ રોડ પર રહી પ્રાઇવેટ જોબ કરતા રાહુલભાઈ અશ્વિનભાઈ કોટેચા (ઉ.વ.૨૬) એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે વિજય રાજેશ વિઠલાણી અને હિતેશ ગેડિયા નામના બે શખ્સોએ તેઓને માર મારી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ફ્લેટ, રોકડ ,ટીવી અને એસી સહિતની ચીજ વસ્તુઓ પડાવી લીધી છે.

- text

ફરિયાદીના જણાવ્યા મુજબ બન્ને શખ્સોએ મળીને ફ્લેટ પડાવી લીધો છે. આ સાથે રૂ.૬.૫ લાખની રોકડ તેમજ રૂ.૪૦ હજારની કિંમતના ટીવી અને એસી પણ પડાવી લીધા છે. પોલિસે બનાવ અંગેની ફરિયાદ નોંધી બન્ને શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- text