વાંકાનેરમાં ગ્રામ વિકાસ કમિશ્નર ખંધારની હાજરીમાં સુજલામ સુફલામ અભિયાનનો આરંભ

- text


રાજ્ય સરકારના ગ્રામ વિકાસ કમિશ્નર મોના ખંધારે અભિયાનમાં સૌને સાથે મળીને કામગીરી કરવાની ટકોર કરી

વાંકાનેર : જિલ્લા જળસત્રાવ વિકાસ એકમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબીના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રાજય સરકાર ના ગ્રામ વિકાસ કમિશ્નર મોના ખંધારની ઉપસ્થિતિમાં સુજલામ સુફલામ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોના ખંધારે સૌને સંકલન સાધીને આ કામગીરી કરવાની ટકોર કરી હતી.

ગુજરાત સ્થાપના દિન નિમિતે સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં નદીઓને પુનઃજીવિત કરવા અંગેની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આગામી ચોમાસાના સત્રને ધ્યાને લઇ યોજનાના સઘન અમલીકરણ માટે ગ્રામ વિકાસ વિભાગની બે મહત્વની યોજનાઓ પ્રઘાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના તથા મનરેગાના કન્વર્ઝન્સથી સમગ્ર રાજ્યમાં તા.૦૧ થી તા.૩૧ સુધી જળસંચય સબંઘી વિવિધ કાર્યો જેવાકૅ તળાવ ઊંડા ઉતારવા, ચેક ડેમોનું ડીસીલટીગ કરવું, ચેક ડેમની મરામત કરવી, ડેમ ઊંડા ઉતારવા,પાણી પુરવઠાની લાઈનોની મરામત કરવી વગેરે સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યોજનાના સઘન અમલીકરણ માટે કામગીરી શરુ કરી દેવામાં આવી છે જેમાં આજ રોજ ગ્રામ વિકાસ કમિશનર મોના ખંઘાર , એસડીએમ જીજ્ઞાસાબેન ગઢવી, એચ.કૅ.ગઢવી, તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર જે . જી. ગોહિલ , જતીન ભાઈ સોમેશ્વર અને બી.ટી.વાળા સહીતનાઓ દ્વારા વાંકાનેર તાલુકા ની મહાનદી પર જળ, ભૂમી અને ભેજ સંરક્ષણ ના કામો અંતર્ગત ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું.

- text

આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ સંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયેલ હતો. જેમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો. મોના ખંઘારે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે, સરકારના સદર કાર્યક્રમ નો લાભ આગામી ચોમાસામાં મળે તે માટે આયોજનમાં લીધેલ કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે તમામે સંકલન કરી ટીમવર્ક દ્વારા કામગીરી કરવાની રહેશે. તેમજ સ્થાનિક સ્વૈછિક સંસ્થાઓ,દાતાઓં, આગેવાનો,ગામ લોકોને સાથે રાખીને ગામોમાં આ પ્રકારની કામગીરી શરુ થઇ રહી છે તે સ્થાનિક વિસ્તારને અનુરૂપ વિવિધ સ્તરના લોકો સરળતાથી સમજી શકે તેવા માધ્યમો અને પ્રવૃતિઓનો ઉપયોગ કરી ઝુંબેશના ભાગરૂપે ગામોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તે સિવાય ખુલામાં શૌચ મુક્ત અને ઘન પ્રવાહો કચરાના વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ,ગામની સફાઈ વગેરે સારું ભીંતસુત્રો,ભીંતચિત્રો, પરિસંવાદ,સામુહિક સફાઈ કાર્યક્રમો વગેરે પ્રવૃતિઓ હાથ ધરવા જણાવ્યુ હતું.

કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિકાસ અધિકારી ખટાણાના માર્ગદર્શન તળે જીલ્લા પંચાયત , ડીડબ્લ્યુડીયુ ,ડીઆરડીએ, એસડીએમ તેમજ તાલુકા પંચાયત સહીતની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text