હળવદના ચરાડવા નજીક બોલેરોમાં ૨૫ બોટલ દારૂ સાથે બે ઝડપાયા

- text


મોરબી: હળવદના ચરાડવા ગામ નજીક બોલેરો કારમાં રૂ ૭૫૦૦ની કિંમતની વિદેશી દારૂની ૨૫ બોટલ સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ અને કાર સહિત રૂ.૨.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ચરાડવા નજીક મહાકાળી આશ્રમ પાસે પોલીસે બોલેરો કારમાંથી રૂ.૭૫૦૦ની કિંમતની વિદેશી દારૂની ૨૫ બોટલ પકડી પાડી હતી અને કાર સવાર બાબુભાઇ કડીયાભાઇ રાઠવા ઉ.વ. ૨૬ રહે ગામ કુંભાણી તા.જી. છોટાઉદેપુર તથા યુસુફભાઇ સેફુદીનભાઇ વોરા ઉ.વ.૩૫ રહે. પ્રગતી સોસાયટી, સરકારી ચાલી પાછળ, છોટાઉદેપુર વાળાની અટકાયત કરી હતી.

પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી દારૂ અને બોલેરો કાર મળીને રૂ. ૨.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text