મોરબીના રોટરીનગરમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઝડપાયા

- text


મોરબી : મોરબીના રોટરીનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓને પોલીસે રૂ.૧૫,૮૦૦ની ઝડપી પાડ્યા છે. મોરબી સીટી બી ડિવિઝને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રોટરીનગરમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ધનજીભાઈ ધીરજલાલ પારેખ ઉ.વ.૭૦, શાકિરભાઈ રમજાનભાઈ બ્લોચ ઉ.વ.૫૦, અતુલભાઈ શાંતિલાલ દવે ઉ.વ.૪૨ અને ગોપાલભાઈ નરોતમભાઈ સીતાપરા ઉ.વ.૩૧ને રૂ.૧૫૮૦૦ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text