મોરબીના ઘૂંટુ ગામે ગૌચર અને ખરાબામાં બેફામ ખનીજ ચોરીની રાવ

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના માલધારી સેલે ખનીજ ચોરી અટકાવવા કલેક્ટરને રજૂઆત કરી

મોરબી : મોરબીના ઘૂંટુ ગામે ગૌચર અને સરકારી ખરાબામાં બેફામ ખનીજચોરી હોવાની ફરિયાદ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના માલધારી સેલે કલેકટરને રજૂઆત કરી હતી. વધુમાં તેઓએ ઘુંટુ ગામમાં થઇ રહેલી ખનીજચોરી વહેલી તકે અટકાવવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના માલધારી સેલે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે ઘુંટુ ગામના રહેવાસી માલધારી પરિવારોને ગૌચર તથા સરકારી ખરાબામાં થતી ખનીજચોરીના કારણે ભારે મુશ્કેલી પડે છે. ખનીજ ચોંરી થી પશુઓનું ચારિયાણ નાબૂદ થતું જાય છે. ખનીજ માફિયાઓ પોતાના વાહનો જીસીબી અને હીટાચી વડે ગામની સીમમાં બેફામ ખનીજચોરી કરે છે.આ ખનીજ માફિયાઓ ઘુટૂ ગામ થી ઉંચી માંડલના રસ્તે અને ઘુંટુ ગામની સિમ વચ્ચે હાલ ખોદકામ કરી ખનીજ ચોરી કરી રહ્યાં છે

- text

અગાઉ પણ આ જ જગ્યાએ ખનીજ ચોરીનું કામ થતું હતું મસમોટા ખોદકામ કરીને અહીં ખાણ બનાવી દીધી છે આ ખાણમાં માલધારીઓના પશુધન ગમે ત્યારે પડી જવાની ભીતિ સેવાઇ રહી છે.બીજી જગ્યાએ ખનીજ ચોરી માટે મોટી ખાણ બને તે પૂર્વે ખનીજ ચોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

- text