માળીયાના સરવડ ગામ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત

- text


બન્ને ભારે વાહનોમાં નુકશાની: કોઈ જાનહાની નહિ

મોરબી: માળીયા- જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક આજે સવારે ટ્રક અને ટેન્કર સામસામાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ બન્ને ભારે વાહનોમાં ભારે નુકશાની થઈ હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ આજે સવારે માળીયા જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક સતેશ્વર હનુમાનની જગ્યા પાસે ટ્રક અને ટેન્કર ધડાકાભેર સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ટ્રક અને ટેન્કર વચ્ચે ભારે ટક્કર થઈ હોવાથી બન્ને ભારે વાહનોમાં નુકશાની થઇ હતી

- text