જુના નાગડાવાસ ગામેથી પસાર થતી વીજ લાઈન જોખમી : કલેકટરને રાવ

- text


મોરબી : મોરબી ના જુના નાગડાવાસ ગામેથી પસાર થતી ઔદ્યોગિક લાઈન જોખમી હોવાની ફરિયાદ સાથે જુના નાગડાવાસ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને રજૂઆત કરી આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

જુના નાગડાવાસ ગ્રામ પંચાયતે કલેકટરને રજૂઆત કરી હતી કે જુના નાગડાવાસ ગામે પસાર થતી ઔદ્યોગિક હેતુની ૧૧ કેવીની લાઈન જોખમરૂપ છે. આ લાઈનની ગ્રામ પંચાયત પાસે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. ગામમાં જમીન સરવે નંબર પર ઘણાં બધાં બિનખેતી કરવા માંગે છે. ત્યારે આ લાઈન લોકોને નડતરરૂપ બનશે. આ લાઈન પસાર થવા બાબતે વીજપોલ ટ્રાન્સફર કરવા માટે કોઈપણ વધારાની ફી ભરવામાં નહીં આવે તેવી બાહેંધરી પત્ર આપવાની માંગ કરી છે ઉપરાંત બાજુમાં ગેસની લાઈન માટે નેશનલ હાઈવેને મંજૂરી મળી નથી તેથી વીજપોલ માટે કઈ રીતે મળે તેથી આ અંગે પગલા ભરવાની માંગ કરી છે.

- text

- text