વાંકાનેર નજીક આઇશરમાંથી રૂ.૭૧ હજારના દારૂ સાથે ૨ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર નજીક રૂ.૭૧,૧૦૦ની કિંમત નો ૨૩૭ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જતા આઇશરને અટકાવીને પોલીસે બે શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ૨.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઇ જી.આર.ગઢવીને મળેલી બાતમીના આધારે તાલુકા પોલીસે વાંકાનેર બાઉન્ડરી નજીક આઇશરને અટકાવી ચેકીંગ કરતા તેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૨૩૭ કિંમત રૂ.૭૧,૧૦૦ મળી આવી હતી.પોલીસે ટ્રક ડ્રાયવર ધીરુભાઈ કુંવરજીભાઇ જીંજરીયા ઉ.વ.૩૭ , અને તેની બાજુમાં બેઠેલા મહેશભાઈ નરશીભાઈ ચૌહાણની ધરપકડ કરી છે. વધુમાં પોલીસે રૂ.૨.૭૧ લાખનો મુદામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text