જસાપરની શુક્રમણિ પ્રાથમીક શાળાનું ગૌરવ

- text


મોરબી: જસાપરની શુક્રમણી પ્રાથમિક શાળાના ધો ૧ના વિદ્યાર્થીની વાર્તા ઓપન સૌરાષ્ટ્ર બાળ ગીત વાર્તાના સેમિફાઇનલ રાઉન્ડમાં પસંદગી પામી હતી. વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ તેમને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષ માટે સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર બાળગીત – બાળવાતાઁ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રમણિ પ્રાથમિક શાળા,જસાપરના ધોરણ-1 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આહિર હષઁ અશવિનભાઈની બાળવાતાઁ સેમિફાઇનલ રાઉનઙમાં પસંદગી પામી છે. કોઇ પણ શિષ્યની સફળતા પાછળ તેના ગુરુજનોનો સિંહફાળો હોય છે.  આ સફળતા બદલ શુક્રમણિ પ્રાથમિક શાળા,જસાપરના આચાર્ય અશ્વિનભાઈ આહિર હષઁ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. જસાપર ગામ અને પ્રાથમિક શાળા આ સફળતા બદલ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.

- text

 

- text