એક જ મંડપ હેઠળ ત્રણ – ત્રણ કથાઓ : મોરબીમાં ઇતિહાસ રચાયો

- text


વૈદિક યજ્ઞમાં પહેલા શિવકથા બાદમાં ભાગવત કથા અને હવે હનુમાન ચરિત્રકથાનું રસપાન કરતા ભાવિકો

મોરબી : મોરબીમાં ભક્તિના ઘોડાપુર વચ્ચે ચાલી રહેલા વૈદિક યજ્ઞમાં અનોખો ઇતિહાસ રચાયો છે અહીં એક જ મંડપ હેઠળ સતત ત્રણ – ત્રણ કથાઓ યોજાઈ છે, જેમાં પહેલા શિવકથા બાદમાં ભાગવત કથા અને હવે હનુમાન ચરિત્ર કથાનો પ્રારંભ થયો છે.

મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા ૨૦ દિવસીય વૈદિક યજ્ઞમાં પ્રારંભથી જ દરરોજ રાત્રીના કથા મહોત્સવ શરૂ કરાયો છે જેમાં શરૂઆતમાં લંકેશબાપુની શિવકથાથી થયા બાદ યુવા કથાકાર નિખિલભાઈ જોશીના મુખેથી શ્રોતાઓએ ભાગવત કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.

દરમિયાન બન્ને કથા મહોત્સવ બાદ સોમવારથી દરરોજ રાત્રીના જાણીતા વક્તા અવધ કિશોર મહારાજના મુખેથી હનુમાન ચરિત્ર કથાનું દરરોજ રાત્રીના ૯ થી ૧૨ દરમિયાન રસપાન કરાવશે જેમાં ભવિકજનોને હનુમાનજીના જીવન ચરિત્રના પ્રસંગો અનોખી શૈલીમાં સાંભળવા મળશે.

- text

ઉલ્લેખનીય છે કે એક જ મંડપ હેઠળ વિસ દિવસના સમયગાળામાં સતત ત્રણ કથાઓ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના મોરબીના આંગણે જોવા મળી છે.

દરમિયાન કૃષ્ણાયન ગૌશાળા હરિદ્વાર દ્વારા હાથ ધરાયેલ વૈદિક યજ્ઞના ભગીરથ કાર્યમાં હવે યજ્ઞ અંતિમ ચરણમાં હોય ભાવિક ધર્મપ્રેમી જનતાને યજ્ઞનો લાભ લેવા તેમજ હનુમાન ચરિત્ર કથા શ્રવણનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. હજુ આ યજ્ઞ આગામી 13 એપ્રિલ સુધી ચાલી રહ્યો છે. આ મનોકામના પૂર્ણ કરતા અને ભારતીય અને શાસ્ત્રોક પરંપરા મુજબ થતા વૈદિક યજ્ઞમાં બેસવાં માટે ભાવિકોએ રામજીભાઈ દેત્રોજા (9825467647) અને કેશુભાઈ ઠોરિયા (9712399990)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

- text