મોરબી : સ્વયમ સૈનિક દળ દ્વારા કલેકટરને આવેદન

- text


એસસી એસટી એકટમાં ચુકાદો આપનાર જજો સામે સંસદમાં મહાભીયોગ પાસ કરવાની સ્વયમ સૈનિક દળની માંગ

મોરબી : એસસી એસટી એટ્રોસિટી એકટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા સુધારાના વિરોધમાં મોરબી સ્વયમ સૈનિક દળ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતુ.

આવેદનમાં જણાવ્યા મુજબ એટ્રોસિટી એકટમાં સુપ્રીમ દ્વારા કરવામાં આવેલા સુધારાઓ દલિત અને આદિવાસીઓના મૌલિક અધિકારને હનન કરનારા છે.સુપ્રીમ કોર્ટે તાનશાહી વાપરી જાતિવાદી વલણ દાખવી આ ચુકાદો આપ્યો છે ત્યારે આ ચુકાદો રદ કરવામાં આવે તેવી માંગ છે

- text

વધુમાં સ્વયમ સૈનિક દળ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ચુકાદા દ્વારા કરવામાં આવેલા સુધારાઓને તાત્કાલિક રદ કરી એટ્રોસિટીનો જે કાયદો હતો તે મુજબ યથાવત રાખવામાં આવે. સુપ્રીમકોર્ટના દાયરામાં સુધારો કરવાનો અધિકાર નથી થતા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અને જજોને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ સંસદ દ્વારા મહાભિયોગ પાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ ગેરબંધારણીય ચુકાદા મુજબ ગુજરાત હાઇકોર્ટે એટ્રોસિટી એક્ટ કેસમાં આગોતરા જામીન આપ્યા છે તેની વિરુદ્ધ પણ પગલાં ભરવામાં આવે.

- text